VIDEO : મુર્શિદાબાદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, રોડ શો કરી પકડ મજબૂત કરવાનો પ્રયાસ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ચૂંટણી માહોલ જામ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન તથા કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન ચૌધરી દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડેલા જોવા મળ્યા હતા. અઝહરુદ્દીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી હતી. આ રોડ શો દ્વારા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કરીને મુર્શિદાબાદમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

