પીએમ મોદીનું ગુજરાત આગમન, એરપોર્ટ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

PM MODI IN GUJARAT : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદ આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વાર ગુજરાત પ્રવાસે છે.
16 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.

