VIDEO: પાટણમાં PM આવાસ યોજનામાં પાસ થયેલ મકાનો માટે તલાટીએ વચેટિયા મારફત લીધી લાંચ, વીડિયો વાયરલ
પાટણ જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યો હોય તેમ વર્તાઈ રહ્યું છે. વાસમોના આસિસ્ટન્ટ ટેક્નિકલ એન્જીનીયર રૂપિયા એક લાખની લાંચ લેતા પકડાયાની ઘટના બાદ વધુ એક લાંચ લેવાની વાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના અબલુવા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાસ થયેલ મકાનો માટે તલાટીએ વચેટિયા મારફત 20 હજારની લાંચ માંગી હતી. આ યોજનાના વચેટિયાએ તલાટી વતી લાંચ માંગી હોવાની વાતચીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગેરરીતિનો આ વીડિયો ફરિયાદી દ્વારા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં પણ આપવામાં આવ્યું છે.

