Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Women protest fiercely against the water leak in Harij, wake up the municipal administration by beating thali and velan

VIDEO: હારીજમાં પાણીના કકળાટ સામે મહિલાઓનો ઉગ્ર વિરોધ, થાળી-વેલણ વગાડી પાલિકા તંત્રને જગાડ્યું

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પાટણ જિલ્લાના હારીજ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી પાણીની ગંભીર સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હારીજના આંબેડકર વાસ કન્યાશાળા વિસ્તારની મહિલાઓ પાણી વગર ભારે હાલાકી ભોગવી રહી છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં આજે મહિલાઓનો સબર ખૂટ્યો હતો.

App Store

આ વિસ્તારના રહેવાસીઓ જણાવે છે કે ઘણા સમયથી નિયમિત પાણી પુરવઠો મળતો નથી. ક્યારેક દિવસો સુધી પાણી ન આવતાં ઘરગથ્થુ કામકાજ, રસોઈ અને સ્વચ્છતા જેવી મૂળભૂત જરૂરિયાતો માટે મહિલાઓને ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં પાણીની અછત લોકો માટે અસહ્ય બની ગઈ છે.

પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. તેમણે થાળી અને વેલણ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનો ઉદ્દેશ તંત્રને જગાડવાનો અને પોતાની સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “વારંવાર અરજીઓ અને રજૂઆતો કર્યા છતાં તંત્ર અમારી વાત સાંભળતું નથી.”

વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્રની બેદરકારીના કારણે આ સમસ્યા સતત વણસતી જઈ રહી છે. જો સમયસર કાયમી ઉકેલ ન લાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

હાલ તો મહિલાઓના આ વિરોધ પ્રદર્શનથી સ્થાનિક તંત્રમાં ચકચાર મચી છે. હવે જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર ક્યારે અને કેવી રીતે આંબેડકર વાસ કન્યાશાળા વિસ્તારના રહીશોને પાણીની સમસ્યામાંથી મુક્તિ આપે છે.