Video: કોંગ્રેસનું 'વોટ ચોર, ગાદી છોડ' સૂત્ર સાથે રણશિંગું, સિદ્ધપુરમાં 'જન આક્રોશ સભા'નું આયોજન
વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા 'વોટ ચોરી'ના મુદ્દાને ગુજરાત કોંગ્રેસ હવે શેરીએ શેરીએ લઈ જઈને સરકાર સામે રણશિંગું ફૂંકી રહી છે. કોંગ્રેસે ગુજરાતમાં 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે આજે પાટણ ખાતે એક મોટી "જન આક્રોશ સભા" યોજાશે.
કોંગ્રેસ દ્વારા આ સભાનું આયોજન 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્ર સાથે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મોંઘવારી, મંદી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાતની જનતાના હક અને અધિકારની લડત આપવાનો છે.
આજે બપોરે 2 વાગ્યે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના વડુ ખાતે આ "જન આક્રોશ સભા" યોજાશે. આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહેવાના છે, જેમાં મુખ્યત્વે: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર વિગેરે હાજર રહેશે.

