Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Two bogus doctors arrested from Delmal village of Chanasma, medicines seized

Patan/ લોકોના જીવ સાથે ખેલતા 'મુન્નાભાઈ' ઝડપાયા: ચાણસ્માના દેલમાલ ગામેથી બે બોગસ ડોક્ટરોની ધરપકડ, દવાઓ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Patan/ લોકોના જીવ સાથે ખેલતા 'મુન્નાભાઈ' ઝડપાયા: ચાણસ્માના દેલમાલ ગામેથી બે બોગસ ડોક્ટરોની ધરપકડ, દવાઓ જપ્ત
સોર્સ : gstv

પાટણ જિલ્લામાં ડિગ્રી વગર ક્લિનિક ખોલીને બેઠેલા બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે એસ.ઓ.જી. (SOG) ટીમે ઓચિંતો દરોડો પાડી મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

App Store

SOG ટીમે બાતમીના આધારે પાડ્યા દરોડા

મળતી વિગતો અનુસાર, પાટણ એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે દેલમાલ ગામમાં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર કેટલાક લોકો ક્લિનિક ચલાવી રહ્યા છે અને ગ્રામજનોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બે શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓ

પોલીસે આમીલ બેહલીમ અને ઝાહીર તુવર નામના બે ઈસમોની ધરપકડ કરી છે. આ બંને શખ્સો પાસે ડોક્ટર હોવા અંગેના કોઈ પુરાવા કે લાયસન્સ નહોતું, તેમ છતાં તેઓ બીમાર લોકોને દવાઓ, ઇન્જેક્શન આપતા હતા અને આરોગ્યની તપાસ પણ કરતા હતા.

મુદ્દામાલ જપ્ત અને કાયદેસરની કાર્યવાહી

પોલીસે દરોડા દરમિયાન ક્લિનિકમાંથી ઇન્જેક્શન, એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 4,728નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાણસ્મા પોલીસ મથકે આ બંને બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.