VIDEO: ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો વધતા વધુ એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ
સોર્સ : gstv
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ચાંદીપુરા વાયરસનો પગપેસારો થયો છે, જેના કારણે સેન્ડફ્લાય માખી દ્વારા ફેલાતા આ રોગનો શિકાર નાના બાળકો બની રહ્યા છે. પાછલા એક સપ્તાહમાં પાટણ જિલ્લામાં પણ આ વાયરસના કેસો નોંધાયા છે, જેમાં સંખારી ગામની સાત વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાઈ છે. જિલ્લામાં કુલ ચાર કેસ પૈકી એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે તારોરા અને સંખારી સહિતના અન્ય બાળકો સારવાર હેઠળ છે અને એક બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયું છે. ગામડાઓમાં ગંદકીથી વકરતા આ રોગને અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સંખારી સહિતના પ્રભાવિત વિસ્તારોમાં દવાનો છટકાવ કરી સઘન તકેદારીના પગલાં ભરી રહ્યા છે.

