VIDEO: પાટણમાં રૂ.૨૦ હજારથી વધુની શંકાસ્પદ લાલ ચટણી સીઝ
સોર્સ : gstv
પાટણના જૂના ગંજ બજારમાં આરોગ્ય વિભાગે મેસર્સ તન્ના ટ્રેડર્સ’ નામની પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલો ૬૭૮ કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો મળી આવ્યો હતો. ચટણીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂ.૨૦,૩૪૦ની કિંમતનો જથ્થો સીઝ કરાયો છે તેમજ પેઢીને સ્વચ્છતા જાળવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

