VIDEO: પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધડાધડ દરોડા: બે ઓઇલ મિલમાંથી ૧૬.૧૪ લાખનો જથ્થો ઝડપાયો!
સોર્સ : gstv
ગુજરાતના પાટણ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય તેલમાં ભેળસેળ રોકવા માટે બે જાણીતી ઓઇલ મિલ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પુનઃ ઉપયોગમાં લેવાતા જુના ટીન અને રી-યુઝ તેલ ભરેલા ૧૫ કિલોના ૪૩૩ ખાદ્ય તેલના ડબ્બા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીમાં રાજપુર ખાતે આવેલી એન. એ. ઓઇલ મિલ અને પારેવા ટ્રેડિંગ કંપનીમાંથી કુલ રૂપિયા ૧૬.૧૪ લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આ પેઢીઓ સામે ફૂડ વિભાગ દ્વારા ધોરણસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને નમૂના સીઝ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ફૂડ કમિશનર કચેરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ દરોડાથી પાટણ શહેરના ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

