Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Radhanpur and Santalpur of Patan are flooded with 30 inches of rain!

VIDEO: પેદાશપુરા પ્રાથમિક શાળાની છતના પોપડા ખર્યા, અગાઉથી રજા હોવાથી ટળી મોટી દુર્ઘટના!

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 

App Store

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં શુક્રવારે મેઘ મહેર સાથે કહેર વરસતાં બંને તાલુકામાં કુલ ૩૦ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનરાધાર વરસાદને પગલે મોટાભાગના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક કાચા-પાકા મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ભારે વરસાદ દરમિયાન રાધનપુરના પેદાશપુરા ગામની પ્રાથમિક શાળાના બિલ્ડિંગની છતના પોપડા ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સદનસીબે ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં અગાઉથી જ રજા જાહેર કરવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો શાળા ચાલુ હોત તો અભ્યાસ કરતા ભૂલકાંઓ માટે ભારે જોખમ ઊભું થત, પરંતુ તંત્રની સતર્કતાથી બાળકોનો આબાદ બચાવ થયો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News