VIDEO: પાટણના સમીમાં જિનિંગ મિલમાંથી બાળકી મળી આવવાના મામસે પોલીસની કાર્યવાહી બે શખ્સોને ઝડપ્યા
સોર્સ : gstv
પાટણના સમીના કાઠીવાડા ગામ નજીક બંધ જિનિંગ મિલમાંથી બાળકી મળી આવવાના મામલે પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બાળકી ને જિનિંગ મિલમાં લઈ જઈ ત્યાં છોડી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસે CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાળકીનું સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

