VIDEO: પાટણનું ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાયું
સોર્સ : gstv
પાટણમાં સોલંકી યુગ દરમિયાન સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ આજે યોગ્ય જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. એક હજાર વર્ષ જૂનું આ તળાવ શિલ્પ સ્થાપત્ય અને જળ સંગ્રહના ઉત્તમ ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે. રાણીની વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યા બાદ લાખો પ્રવાસીઓ આવે છે, પરંતુ બાજુમાં જ આવેલું આ તળાવ ઉપેક્ષાનો ભોગ બન્યું છે. જસમા ઓડણના શ્રાપ અને વીર મેઘમાયાના બલિદાનની ગાથા સાથે જોડાયેલા આ સ્મારક ખાતે પાકો રસ્તો કે પ્રાથમિક સુવિધાઓ પણ નથી. ઇતિહાસવિદ અશોકભાઈ વ્યાસના જણાવ્યા મુજબ તંત્રની બેદરકારીને કારણે આ વિરાસત આજે વગર જોઈતી વનસ્પતિઓ વચ્ચે ધૂળ ખાઈ રહી છે.

