VIDEO: સિદ્ધપુરના સરસ્વતી તટે આવેલ ઐતિહાસિક વટેશ્વર મહાદેવ અને દધીચિ ઋષિનો પૌરાણિક ઇતિહાસ
સોર્સ : gstv
સિદ્ધપુરના દેથળી ગામે સરસ્વતી નદીના કિનારે આવેલું સ્વયંભૂ વટેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવે છે. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં મહર્ષિ દધીચિએ બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપીને શિવ કથાઓ સંભળાવી હતી, અને દેવોના કલ્યાણ માટે પોતાના અસ્થિઓનું દાન કરી વજ્રનું નિર્માણ કરાવ્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર, પાંડવોએ પણ આ આશ્રમમાં રોકાઈને શિવ ઉપાસના કરી હતી. બ્રહ્માજીના પાંચ મુખ પૈકીનું પશ્ચિમ મુખ એટલે કે વટેશ્વર મહાદેવ અહીં બિરાજમાન છે. ઇ.સ. 1910માં લખાયેલા પુસ્તક 'સિદ્ધપુર ક્ષેત્ર માહાત્મ્ય' મુજબ, અહીં બટુકો દધિચી કુંડમાં સ્નાન કરી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, જેથી આ મંદિર 'બટુકેશ્વર' તરીકે પણ જાણીતું બન્યું છે.

