Patan: BLOની કામગીરી નહી કરતા શિક્ષકો નોટિસો, શિક્ષણ જગતમાં રોષ

પાટણ જિલ્લામાં હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સીવ રીવીઝન (SIR) એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ આ કામગીરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે ચૂંટણી પંચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાટણમાં SIR કામગીરીની સ્થિતિ
ફોર્મનું વિતરણ: પાટણ જિલ્લામાં કુલ 12,19,104 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
કામગીરી: અંદાજિત બે લાખ ફોર્મની ગણતરી અને ડિજિટાઇઝેશનની લગભગ 20% કામગીરી પૂર્ણ થઈ છે.
ડુપ્લિકેટ મતદારો: આ રિવિઝન દરમિયાન મૃત્યુ પામેલ, સ્થળાંતર કરી ગયેલ, અથવા અન્ય જગ્યાએ નામ ચાલતા હોય તેવા 5,352 ડુપ્લિકેટ મતદારો મળી આવ્યા છે.
પાટણ જિલ્લો આ કામગીરીમાં અન્ય જિલ્લાઓ કરતાં અગ્રેસર છે.
શિક્ષક બી.એલ.ઓ. પર તવાઈ
ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના 34 જિલ્લાઓમાં SIRની કામગીરી નહી કરતા BLO (બૂથ લેવલ ઓફિસર)ને નોટીસ મોકલવામાં આવી રહી છે. જે શિક્ષકો BLO તરીકે SIRની કામગીરી નથી કરી રહ્યા, તેવા શિક્ષકોને નોટિસો આપવામાં આવી રહી છે.
પાટણની સૂર્ય નગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક મહિલા શિક્ષકને આ કામગીરી ન કરવા બદલ મામલતદાર, પાટણ દ્વારા નોટિસ આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં BLO ની કામગીરી ન કરતા શિક્ષકોને નોટિસો મળી રહી હોવાથી શિક્ષણ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે.

