Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan News: On the first day of the Katyok Mela, cows ran into the fair at night, endangering people's lives

Patan News: કાત્યોક મેળાના પ્રથમ દિવસે રાત્રે મેળામાં ગાયો દોડી, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણમાં સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂર્ણિમાનો કાત્યોક મેળો ચાલી રહ્યો છે. ગઈ કાલે સોમવારે, 3 નવેમ્બરના રોજ આ મેળાને વિધિવત ખુલ્લો મુકાયો હતો. ખાસ તો આ મેળામાં આસપાસના ગામો સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે ઉમટી રહ્યા છે. આ મેળો સાત દિવસ સુધી ચાલે છે, ત્યારે આ મેળાના પહેલા જ દિવસે એક મોટી ઘટના ઘટી ગઈ હતી.

App Store

કાત્યોક મેળાના પ્રથમ દિવસે રાત્રે મેળામાં ગાયો દોડી

પ્રખ્યાત કાત્યોક મેળામાં એક તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, તો બીજી તરફ આ મેળો માણવા આવતા લોકોને કડવો અનુભવ થયો હતો. અહીં ગઈ કાલની રાત્રે વરસાદી વાતાવરણ તો હતુ જ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, ત્યારે આ અવ્યવસ્થા મેળામાં ગાયો દોડી હતી. આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે. ઘટના દરમિયાન અહીં મેળામાં હાજર લોકો પણ હતા.

પાલિકાની બેદરકારી સામે આવી

રાહતની વાત એ છે કે, આ ગાયો દોડી તે સમયે કોઈ મોટી ઘટના નથી ઘટી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પણ આ પાલિકાની બેદરકારી તો સામે આવી છે. આવા પ્રખ્યાત મેળામાં જ્યાં અનેક લોકો આવતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ મોટું નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં મેળાનું આયોજન કરનારાઓએ આ બાબતે કોઈ ચૂક ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.