VIDEO: પાટણ LCB અને વારાહી પોલીસે કોમ્બિંગ કરી લાખોની કિંમતના વાહનો કબજે કર્યા
સોર્સ : gstv
પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂચના અનુસંધાને પાટણ LCB અને વારાહી પોલીસે સંયુક્ત રીતે વારાહી ટાઉનમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરી માટે અલગ-અલગ કુલ પાંચ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસ કોમ્બિંગ દરમિયાન આધાર પુરાવા વગરના કુલ 19 વાહનો મળી આવ્યા હતા. જેમાં ટ્રેક્ટર, ફોર વ્હીલર અને ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. પોલીસે અંદાજે 38 લાખ 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વારાહી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

