VIDEO: પાટણ નગરપાલિકાની બેદરકારી, ખાનગી જમીનમાં પૂછ્યા વગર રોડ બનાવવાનો વિવાદ
સોર્સ : gstv
પાટણ નગરપાલિકાના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. હાસાપુર વિસ્તારમાં ખાનગી ગોડાઉન અને ખેતરમાં પૂછ્યા વગર આરસીસી રોડ બનાવવાનો વિવાદ સામે આવ્યો છે.અરજદાર ખેડૂત હરેશભાઈએ જણાવ્યું કે દોઢ માસ પહેલા તેમની જમીનમાં રોડ બનતો જોઈ અટકાવ્યો હતો, તેમ છતાં પાલિકા અને કોન્ટ્રાક્ટરે તેમની રજૂઆતને અવગણીને રોડ બનાવ્યો હતો. ખાનગી સોસાયટીમાં પણ વિના પરવાનગી રોડ બનાવાયો હતો.આ મામલે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અરજદારે હાલમાં નવો રોડ બંધ કરીને ફેન્સિંગ કરી દીધું છે

