VIDEO: પાટણ નગરપાલિકાના વિવાદાસ્પદ મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે થયેલી પોલીસ ફરિયાદ મામલે વળાંક
સોર્સ : gstv
પાટણ નગરપાલિકાના ચર્ચાસ્પદ મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મામલે નવો જ મોડ આવ્યો છે. ચીફ ઓફિસર દ્વારા પોલીસ તંત્ર પર જાતિવાદનો આક્ષેપ કરતી એક લેખિત અરજી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે, જેમાં સરકારી અધિકારી સામે સીધી એફ.આઈ.આર. થતી ન હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજીમાં તેમણે પોતાની સાથે મહિલાને ના શોભે તેવું અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદાર હિતેશ દેસાઈ પાલિકામાં પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા, તે દરમિયાન વિડિયો શૂટિંગ કરવા બાબતે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે મામલો વધુ ગરમાયો છે.

