Patan: રાધનપુર-કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પાંચ વાહનો અથડાયા; 5નાં મોત

પાટણ જિલ્લામાં રાધનપુર-કંડલા હાઈવે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 5 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના રાધનપુરના મોટીપીપળી ગામ નજીક બની હતી. માહિતી અનુસાર, હાઈવે પર એક સાથે પાંચ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોમાં ટ્રેલર, બાઇક અને જીપ ડાલુનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે ટક્કર કેટલી ભયાનક હશે.
આ ભીષણ અકસ્માતમાં 5 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 7 થી 8 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અને સ્થાનિક તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્ કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે

