Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Guru kills disciple in Siddhpur, police nabs accused within hours

Patan: સિધ્ધપુરમાં ગુરુએ કરી ચેલાની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Patan: સિધ્ધપુરમાં ગુરુએ કરી ચેલાની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
સોર્સ : gstv

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક ગુરુએ પોતાના ચેલાની હત્યા કરી દીધી. સિધ્ધપુર તિરૂપતિ માર્કેટના બીજા માળે એક ભિક્ષુકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરતા ભિક્ષુકની હત્યા તેના જ ગુરુ એ જ કરી હોવાનો ઘટસફોટ થયો હતો. સિદ્ધપુર પોલીસને જાણ થતા પીઆઇ જે બી આચાર્ય દ્વારા તપાસ હાથ ધરી હતી. સિદ્ધપુર પોલીસે આ કેસને માત્ર કેટલાક કલાકોમાં ઉકેલી નાખ્યો. અને ગુરુની ધરપકડ કરી હતી. 

App Store

સિદ્ધપુરના તિરૂપતિ માર્કેટના બીજા માળે લોહીલુહાણ હાલતમાં એક ભિક્ષુકની લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ પિન્ટુ પટેલ (સુરત નજીકના રહેવાસી) તરીકે થઈ, જે તાજેતરમાં ચેલો બન્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા તેના જ ગુરુ દ્વારા કરવામાં આવી હતી.

પીઆઇ જે.બી. આચાર્યના દિગ્દર્શન હેઠળ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. તેમાં મૃતકનો સાથીદાર શંકાસ્પદ દેખાતા તેને પકડી લેવામાં આવ્યો. પૂછપરછમાં આરોપી દીપક અમરતભાઈ પરમાર (ઉર્ફે દીપકગીરી શંકરગીરી દશનામી, મેથાણ વતની) તરીકે ઓળખાયો.

જાણવા મળ્યા કે બંને નાસ્તો કરતા ઝઘડો થયો, જેમાં આરોપીએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. મૃતક દીવાલની ધાર સાથે અથડાતા તેનું મોત થઈ ગયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી લીધી.