VIDEO: સિદ્ધપુરના રાજપુરમાં એક મહિનાથી આતંક મચાવનાર વાંદરો આખરે પાંજરે પુરાયો, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
સોર્સ : gstv
સિદ્ધપુરના રાજપુર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી આતંક મચાવનાર અને આશરે 15 જેટલા લોકોને ઇજાગ્રસ્ત કરનાર કપિરાજને વન વિભાગે પાંજરે પૂર્યો છે. આ કપિરાજના ત્રાસથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપેલો હતો....લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરવા માટે પાટણ વિસ્તરણ રેન્જ, સિદ્ધપુર દ્વારા દિવસ-રાત સતત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ પાટણના સ્ટાફ ઉપરાંત બનાસકાંઠાની ટીમ અને અમદાવાદના બોડકદેવ સ્થિત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની ટીમે સંકલિત પ્રયાસો કર્યા હતા. લાંબી અને પડકારજનક જહેમત બાદ વાંદરો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા પકડાયેલા કપિરાજને સલામત રીતે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે મોકલી આપવામાં આવ્યો છે, જેનાથી વિસ્તારમાં ફેલાયેલો ડર દૂર થયો છે.

