Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : massive fire broke out in a field in Nani Chandur village of Sami

VIDEO: સમીના નાની ચંદુર ગામે ખેતરમાં લાગી ભીષણ આગ, ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામે એક ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી છે. વીજ ટ્રાન્સફોર્મરમાં થયેલા ધડાકા બાદ લાગેલી આ આગમાં ખેડૂતનો પિયત માટેનો મોંઘા ભાવનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગની લપેટમાં પિયત માટે રાખેલા ૨૦૦થી વધુ પાઇપના બંડલ, બે મશીન અને પશુઓ માટે સંગ્રહિત ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામ્યો છે.

App Store

આ દુર્ઘટનામાં ખેડૂતને લાખો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે. સમી પંથકમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી સ્થાનિકોએ ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. યોગ્ય સુવિધાના અભાવે ખેડૂતે પોતાની વર્ષોની કમાણી ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા નુકસાનીનું વળતર અપાય તેવી માંગ ઉઠી છે.