Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Food department raid in Siddhapur GIDC, 13 thousand kg quantity of suspected edible oil seized

VIDEO: સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગનો સપાટો, 13 હજાર કિલો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ એલસીબી પોલીસ તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સિદ્ધપુર GIDCમાં સંયુક્ત રેડ કરવામાં આવી હતી. GIDCના પ્લોટ નંબર 23માં આવેલી ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન બે ટેન્કમાં રહેલો કુલ 13,800 કિલો તેલનો જથ્થો તેમજ તેલના 40 ડબ્બા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

App Store

આ ઉપરાંત શ્રી ગંગા, ગામી અને ગોવર્ધન એમ ત્રણ અલગ-અલગ બ્રાન્ડના તેલના નમૂના લેવામાં આવ્યા છે. નમૂનાઓને તપાસ માટે મોકલવામાં આવશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવાની કામગીરી ચાલુ છે. સંયુક્ત ટીમની આ કાર્યવાહીને પગલે GIDC વિસ્તારમાં પણ ચકચાર મચી છે.