VIDEO: પાટણના હારીજમાં ખાદ્ય વિભાગની કાર્યવાહી, 150 કિલો માવો સ્થળ પર નષ્ટ
સોર્સ : gstv
પાટણ જિલ્લાના હારીજ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય એકમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. હારીજની રામદેવ હોટલ પાછળના વિસ્તારમાં આવેલી પંડિત મહેશ ભગવાનભાઈની પેઢી પર અધિકારીઓએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય વ્યવસાય એકમમાં અત્યંત અનહાઈજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી તેમજ જથ્થા પર જરૂરી લેબલિંગ પણ ન હોવાનું સામે આવ્યું હતું. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી રૂ. 27 હજારની કિંમતનો અંદાજે 150 કિલોગ્રામ માવો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

