VIDEO: પાટણમાં આરોગ્ય ધામ પોતે 'વેન્ટિલેટર' પર, ચાણસ્માના લણવા આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો ઘોર અભાવ!
સોર્સ : GSTV
આરોગ્ય નગરી તરીકે જાણીતા પાટણ જિલ્લામાં જ સરકારી આરોગ્ય ધામો પોતે વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચાણસ્મા તાલુકાના હાઈવે પર આવેલા વિકાસશીલ લણવા ગામનું સામુહિક આરોગ્ય કેન્દ્ર હાલ અનેક ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. અહીં પૂરતા મહેકમ સ્ટાફનો ભારે અભાવ હોવાથી માત્ર એક જ તબીબના ભરોસે સમગ્ર હોસ્પિટલ ચાલતી હતી, જ્યારે તબીબો, લેબ ટેકનિશિયન અને એક્સ-રે ટેકનિશિયનની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી હતી. આ સિવાય દર્દીઓની ઈમરજન્સી સેવા માટેની એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં હતી અને સ્ટાફ ક્વાર્ટર પણ અત્યંત જર્જરિત થઈ ગયા હતા. ધારપુર સિવિલ હોસ્પિટલમાં નેતાઓએ કરેલા સાફ-સફાઈના ફોટો સેશન બાદ હવે લણવા સેન્ટરમાં પણ નેતાઓ સાચી સફાઈ અને સુધારા કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

