Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Unique opposition of Congress and residents on the issue of sewerage in Patan

VIDEO: પાટણમાં ગટરની સમસ્યા મુદ્દે કોંગ્રેસ અને રહીશોનો અનોખો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ શહેરના વોર્ડ નંબર 11માં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા અને દૂષિત પાણી માર્ગો પર ફરી વળતાં રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક સોસાયટીના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ બાબતે નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે સ્થાનિક રહીશો અને કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખના પૂતળાંને ઠંડા પાણીમાં ઉતારી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો, સાથે જ ચીમકી આપી હતી કે જો ટૂંક સમયમાં નિકાલ નહીં આવે તો પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરને તાળાબંધી કરાશે; જોકે બીજી તરફ પાલિકા પ્રમુખે આવી કોઈ મોટી સમસ્યા ન હોવાનું અને ફરિયાદ મળ્યે તાત્કાલિક નિકાલ કરાતો હોવાનો દાવો કર્યો છે.

App Store