Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : A rogue doctor running a hospital in Radhanpur was caught

પાટણ: રાધનપુરમાં હૉસ્પિટલ ચલાવતો ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો, નિ:સંતાન દંપત્તિને શિશુ વેચવાનું મસમોટું કૌભાંડ

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2024
લાઇવ ટીવીGoogle News
પાટણ: રાધનપુરમાં હૉસ્પિટલ ચલાવતો ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો, નિ:સંતાન દંપત્તિને શિશુ વેચવાનું મસમોટું કૌભાંડ

રાજ્યના પાટણના રાધનપુરના કોરડા ગામમાંથી ઝડપાયેલા નકલી તબીબનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. બોગસ તબીબની તપાસમાં સંખ્યાબંધ ખુલાસાઓ થયા છે. તપાસમાં એ સામે આવ્યું છે કે આ નકલી તબીબ નવજાત શિશુઓને નિઃ સંતાન દંપતીને વેચતો હતો.

App Store

નકલી તબીબ એક સોદાના રૂપિયા 1.20 લાખ લેતો 

નકલી તબીબ એક સોદાના રૂપિયા 1.20 લાખ લેતો હતો. નવજાત બાળકોના સોદો પાડીને રૂપિયા રળી લેતો હતો.  પાટણની એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરે સ્વીકાર્યું કે 'દર્દીના ઓપરેશન સંદર્ભે હોસ્પિટલમાં નિયમોનું થતું હતું ઉલ્લંઘન'

 બેરોકટોક ICU બેડ સાથે હોસ્પિટલ ચલાવતો

 આ શખ્સ તબીબની કોઈપણ લાયકાત વગર બેરોકટોક ICU બેડ સાથે હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓની જિંદગીની પરવા કર્યા વગર એલોપેથિક દવાઓ અને ઈન્જેક્શન આપતો હતો. ગંભીર બીમારીની પણ પોતે જ સારવાર કરતો હતો. SOGએ હોસ્પિટલમાં દરોડા પાડીને એલોપેથિક દવાઓ અને સાધનો મળી કુલ રૂ 13 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.