VIDEO: પાટણમાં ૩૦૦ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર: પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો ૭મીથી અનિશ્ચિતકાલીન હડતાળની ચીમકી
સોર્સ : gstv
પાટણ જિલ્લામાં રેવન્યુ તલાટી, કારકૂન અને નાયબ મામલતદાર સહિતના અંદાજે ૩૦૦ મહેસૂલી કર્મચારીઓ બઢતી, બદલી અને સિનિયોરિટી યાદી જેવા પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા સામૂહિક માસ સીએલ પર ઉતર્યા છે….ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ અનુસાર અગાઉ એક મહિનામાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. તલાટીઓના જોબ ચાર્ટમાંથી અન્ય વિભાગોનું કામ દૂર કરવા અને ડીમ્ડ ડેટથી બઢતી આપવાની માંગણી કરાઈ છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો ૭ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.

