Panchmahal: મકાનોના બાંધકામ દરમિયાન શ્રમજીવી યુવકને લાગ્યો વીજ કરંટ, પરિવારજનોની બિલ્ડર સામે કાર્યવાહીની માંગ
સોર્સ : GSTV
પંચમહાલના ગોધરામાં નવીન મકાનોના બાંધકામ દરમિયાન શ્રમજીવી યુવકને વીજ કરંટ લાગ્યો છે. આ ઘટના ગોધરા દાહોદ હાઇવે રોડ પર આવેલ એકાંત સોસાયટીની છે, જ્યાં શ્રમજીવી યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા ગોધરા એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના પરિવારજનોએ બિલ્ડર દ્વારા સેફટી અંગેના કોઈ સાધનો ન અપાયા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ બિલ્ડર દ્વારા કામ ઝડપી કરાવવા માટે દબાણ કરાતા રાત દિવસ નવીન મકાન બનાવવા માટેની કામગીરી ચાલુ રાખવી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ કર્યો છે. શ્રમજીવી યુવકનું મોત નિપજતા પરીવારના સભ્યોએ બિલ્ડર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

