Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Forced to go on a cremation pilgrimage through water in Patdi

VIDEO: સુરેન્દ્રનગરના પાટડીમાં ઢીંચણ સમા પાણીમાંથી નનામી કાઢવા ડાઘુઓ બન્યા મજબુર

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં છેલ્લા થોડક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.

App Store

પાટડીમાં ઢીંચણ સમાણા પાણી માંથી નનામી કાઢવા ડાઘુઓ  મજબુર બન્યા

ત્યારે આવીજ એક ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના પાટડીમાં ઢીંચણ સમાણા પાણી માંથી નનામી કાઢવા ડાઘુઓ  મજબુર બન્યા છે.

15 દિવસથી વરસાદ વરસ્યો જ નથી

પાટડીમાં 15 દિવસથી વરસાદ વરસ્યો નથી તો બીજી તરફ પાટડીના વાડી વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે, સ્થાનિકોને ભરેલા પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે, જોકે પાટડીના વાડી વિસ્તારના લોકોએ નગરપાલિકાને વાંરવાંર સમસ્યા માટે રજૂઆત કરી હતી, પરંતુ  વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ ફેલાયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવશે.

ટોપિક્સ:patdisurendranagarwaterlogging