Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Undwa-Dhaneshwar road in Panchmahal district in a state of disrepair in just five months

VIDEO:પંચમહાલ જિલ્લાના ઉંડવા-ધનેશ્વર રોડ પાંચ મહિનામાં જ ખખડધજ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના ઉંડવા અને ધનેશ્વર ગામ વચ્ચે પાંચ મહિના પહેલા બનાવવામાં આવેલો નવો રોડ બિસ્માર હાલતમાં પહોંચતા ગ્રામજનોએ તેની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ ગત નવેમ્બર માસમાં આશરે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડ બનાવવામાં ટેક્નિકલ ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે માત્ર પાંચ મહિનામાં જ રોડ ખખડધજ થઈ ગયો છે. ચોમાસા પહેલાં જ રોડની હાલત ખરાબ થતાં ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

App Store