Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Major checking against MGVCL power theft in Panchmahal city

VIDEO: પંચમહાલના શહેરામાં MGVCL દ્વારા વીજચોરી સામે મોટું ચેકિંગ, 38થી વધુ ગામોમાં પોલીસ અને આર્મી સાથે કરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલના શહેરા વિસ્તારમાં MGVCL દ્વારા વીજચોરી સામે મોટું ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. શહેરા-1 અને શહેરા-2 સબ ડિવિઝન હેઠળ આવતા 38થી વધુ ગામોમાં પોલીસ અને આર્મી સાથે 20 ટીમોએ તપાસ કરી હતી. આ દરમિયાન કુલ 628 વિજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 68 કનેક્શનમાં રૂપિયા 14.09 લાખની વીજચોરી સામે આવી છે. ખાસ કરીને પાનમ-2 ફીડરના ગામોમાં 11 કનેક્શનમાં 4.80 લાખની વીજચોરી પકડાઈ છે. MGVCL અધિકારીઓએ જણાવ્યું છે કે આવી ચેકિંગ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. 

App Store