Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Panchmahal district has the lowest result in the entire state, questions raised against the local education system

VIDEO: સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું, સ્થાનિક શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત રાજ્યના ધોરણ 10ના જાહેર થયેલા પરિણામોમાં પંચમહાલ જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ પછાત સાબિત થયો છે, કારણ કે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું પરિણામ મેળવવાનો નકારાત્મક ખિતાબ પંચમહાલને ફાળે ગયો છે. જિલ્લામાં કુલ 23 હજાર 39 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 22 હજાર 431 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા આંકડા મુજબ જિલ્લાનું કુલ ઓવરઓલ પરિણામ 76.42 ટકા રહ્યું છે, જેમાં માત્ર 350 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. રાજ્યમાં સૌથી ઓછી ટકાવારી સાથે પંચમહાલ જિલ્લાનું નામ યાદીમાં અંતિમ ક્રમે આવતા સ્થાનિક શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. પરિસ્થિતિ જોતા એવું જણાઈ રહ્યું છે કે જિલ્લાનું શિક્ષણ હવે માત્ર ખાનગી શાળાઓના ભરોસે જ ટકેલું છે.

App Store