Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO/ Kalol Municipality office turned into a battlefield, residents created a ruckus

VIDEO/ કાલોલ નગરપાલિકા કચેરી રણમેદાનમાં ફેરવાઈ, વોર્ડ નં-4 ના રહીશોએ મચાવ્યો હોબાળો

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલ: કાલોલ નગરપાલિકામાં પાયાની સુવિધાઓના અભાવે આજે નગરજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. વોર્ડ નંબર-4 ના રહીશો પોતાના વિસ્તારમાં સફાઈ અને 'ડોર-ટુ-ડોર' કચરો ઉપાડવાની અનિયમિતતા અંગે રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જોકે, કચેરીમાં નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ હાજર ન મળતા લોકોનો ગુસ્સો બેકાબૂ બન્યો હતો.

ઉશ્કેરાયેલા નગરજનોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હલ્લાબોલ કરી ફર્નિચરમાં ભારે તોડફોડ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આ ઘટનાને પગલે પાલિકા સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સરકારી મિલકતને નુકસાન પહોંચ્યું હતું. હાલ આ મામલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

App Store