Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Good news! Panchamrut Dairy's big decision in the interest of cattle farmers, now you will get Rs. 865 per kg of fat

VIDEO: ખુશખબર! પંચામૃત ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, હવે પ્રતિ કિલો ફેટના મળશે રૂ. 865

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: નવા વર્ષની શરૂઆત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશીના સમાચાર લઈને આવી છે. આ ત્રણેય જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી પંચામૃત ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ આપતા દૂધના ખરીદ ભાવમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

App Store

 મળતી વિગતો અનુસાર, નવા વર્ષના પહેલા જ દિવસે પંચામૃત ડેરીના ચેરમેન અને વહીવટી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ. 25નો વધારો કરવામાં આવ્યો છે.

નવો ભાવ:

હવેથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 865 ચૂકવવામાં આવશે. અગાઉ અત્યાર સુધી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 840 ચૂકવવામાં આવતો હતો. આ નવા ભાવ આજથી જ અમલમાં આવી ગયા છે, જેના કારણે પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે.

અઢી લાખ પશુપાલકોમાં ખુશીનો માહોલ
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પશુપાલન પર ટકેલી છે. મોંઘવારીના સમયમાં પશુ આહાર અને ઘાસચારાના વધતા ભાવ વચ્ચે ડેરી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પશુપાલકો માટે રાહતરૂપ સાબિત થયો છે. ડેરીના આ નિર્ણયને કારણે અઢી લાખથી વધુ પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.