VIDEO: શહેરા તાલુકામાં ભાજપની અનોખી પહેલ, નવા હોદ્દેદારો પગપાળા ચાલતા જ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા
સોર્સ : gstv
પંચમહાલના શહેરા તાલુકામાં વડાપ્રધાન મોદી અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઈંધણ બચાવવાની અપીલને અમલમાં મૂકતા ભાજપે અનોખી પહેલ કરી છે. તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની જાહેરાત બાદ શહેરા તાલુકા ભાજપ કાર્યાલયથી તાલુકા પંચાયત કચેરી સુધી કોઈ વાહન વાપર્યા વગર પગપાળા ચાલતા જ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ આમાં જોડાઈને ઇંધણ બચાવની અપીલને સાર્થક કરી.

