VIDEO: મોરવાહડફના ભુવર ગામે ગેરકાયદે ગાંજાના વાવેતરનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv
પંચમહાલના મોરવાહડફ તાલુકાના ભુવર ગામે એસ.ઓ.જી. પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ગુલાબ મુવાડી ફળીયામાં રહેતા મહેશ ભગોરાએ પોતાના ખેતરમાં ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી ૧.૨ થી ૫.૨ ફૂટ ઊંચાઈના ૨૦ છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. દ્વારા આ છોડ ગાંજાના હોવાની પુષ્ટિ થતા, પોલીસે ૭.૧૮૦ કિલોગ્રામ વજનના અંદાજે ૩.૫૯ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

