VIDEO: શહેરા તાલુકાના નાંદરવા ગામે પરંપરાગત ઝાલા બાપજીનો મેળો ભરાયો: પશુપાલકોની ભારે ભીડ ઉમટી
સોર્સ : gstv
પંચમહાલના શહેરાના નાંદરવા ગામે ભાદરવા માસના બીજા રવિવારે પરંપરાગત રીતે ઝાલા બાપજીનો મેળો ભરાયો હતો. આ મેળામાં નાંદરવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પોતાના પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે પશુપાલકો અહીં બાધા-આખડી રાખે છે.અહીં પૂજારી દ્વારા અપાતો 'ઘી' વાળી સુખડીનો પ્રસાદ દીવા પર ફેરવી પશુઓને ખવડાવવાની અનોખી પરંપરા છે, જેનાથી પશુઓનું આખું વર્ષ દીર્ઘાયુ બને છે તેવી લોકમાન્યતા છે. લોકોએ મેળામાં ખરીદી અને મનોરંજનની મજા માણી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

