VIDEO: ગોધરા સ્ટેશનેથી બાળમજૂરી માટે અમદાવાદ લઈ જવાતા ૫ સગીરોનું સફળ રેસ્ક્યુ
સોર્સ : gstv
પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર RPF અને GRP પોલીસ દ્વારા ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં સગીર બાળકોને મજૂરી કામ અર્થે લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે સઘન તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન બિહાર તરફથી અમદાવાદ તરફ લઈ જવાતા ૫ બિનવારસી સગીર બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આ તમામ બાળકો બિહારના સીતામઢી, દરભંગા અને મધુબની જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ બાળકોને બાળમજૂરી માટે ગુજરાત લાવવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે તમામ બાળકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમને સોંપી દીધા છે.

