VIDEO: ગોધરામાં ભારે વરસાદ વચ્ચે શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા
સોર્સ : gstv
ગોધરા શહેરમાં ભારે વરસાદ વચ્ચે દેવાધિદેવ વિઘ્નહર્તા ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. છ દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિશ્વકર્મા ચોક ખાતેથી પૂજા-અર્ચના કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં અનેક ગણેશ મંડળો જોડાતા સમગ્ર ગોધરા શહેર શ્રીજીમય બની ગયું હતું. કોમી એકતાના પ્રતીક રૂપે પોલનબજારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામસાગર તળાવ પહોંચશે, જ્યાં ગણેશ ભક્તો 'ગણપતિ બાપ્પા મોરિયા, પુડચ્યા વર્ષી લવકર યા'ના નાદ સાથે વિદાય આપી

