VIDEO: બે દિવસના વિરામ બાદ શહેરામાં વરસાદી માહોલ
સોર્સ : gstv
પંચમહાલના શહેરામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટા સાથે બપોર બાદ વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બીજી તરફ બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

