પંચમહાલમાં હત્યાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં પોલીસે કરી આરોપીની ધરપકડ

ગત 22 જાન્યુઆરીના રોજ કાલોલ પોલીસ સ્ટેશનના નેવરિયા ગામ પાસે દિલ્હી – મુંબઈ નેશનલ હાઈવેની બાજુમાં ગોપાલભાઈ ખુમાનસિંહ પરમારનો એક નાળામાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ બાબતે પંચમહાલ ગોધરાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના અંગત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી. જેમાં નેવારિયા ફળિયાના અલ્પેશ ઉર્ફે સુરેશ ચુનારાની આ મામલે સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ બાબતે અલ્પેશભાઈની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બનાવના દિવસે હત્યાનો ભોગ બનનાર ગોપાલભાઈ અને અલ્પેશભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો : રાજકોટમાં લવ ટ્રાયેંગલ: પતિએ પત્ની અને પ્રેમીને રંગેહાથ પકડ્યા, ગુસ્સામાં કરી પ્રેમીની હત્યા
આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ લીધું હતું. આરોપીએ ગુસ્સામાં આવીને પથ્થર વડે ગોપાલભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જેમાં ગોપાલભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જેથી આરોપીએ ગોપાલાભાઈના મૃતદેહને ત્યાં જ સગેવગે કરી હતી. આખરે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલતા પોલીસે આરોપીની ધરપકજ કરી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

