Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal tour in connection with Agriculture Minister Jitubhai Waghani Seva Sankalp Bike Rally

VIDEO: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સેવા સંકલ્પ બાઇક રેલી સંદર્ભે પંચમહાલ પ્રવાસે

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પંચમહાલ જિલ્લાના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે વિવિધ કાર્યક્રમોમાં વિશેષ હાજરી આપી હતી. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરથી વારાણસી સુધી યોજાયેલી ભવ્ય બાઇક રેલીના સંદર્ભમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બાઇક રેલી પંચમહાલ જિલ્લાના ભામૈયા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ રેલી રામનગર અને સાલિયા થઈને લીમખેડા તરફ આગળ રવાના થઈ હતી. મંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને બાઇક રેલીમાં જોડાયેલા તમામ સહભાગીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સેવા સંકલ્પના આ દેશભક્તિપૂર્ણ અભિયાનની પ્રશંસા કરી હતી.

App Store