Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal: Heavy rains in the city, waterlogged highways

VIDEO: પંચમહાલ: શહેરામાં ધમાકેદાર વરસાદ, હાઇવે પર ભરાયા પાણી

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શહેરા વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે અણિયાદ ચોકડી પરના હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતાં રસ્તો નદી જેવો દેખાતો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને નાના વાહનોમાં મુસાફરી કરતા લોકોને વધુ હાલાકી વેઠવી પડી. વરસાદી પાણીમાં વાહનો આગળ વધવામાં મુશ્કેલી અનુભવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.દર વર્ષે ચોમાસા દરમિયાન અણિયાદ ચોકડી પર આવી જ સમસ્યા સર્જાતી હોય છે. આ વખતે પણ તંત્રની પ્રિ-મોન્સૂન તૈયારીઓની અસરકારકતા પર સવાલો ઊભા થયા છે. વહીવટી તંત્રને આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ લાવવાની માંગ ઊઠી છે.

App Store