Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Movement against the Mathar Gati of Godhra's Shahra Bhagol Underbridge: Traders support the next day

VIDEO: ગોધરાના શહેરા ભાગોળ અંડરબ્રિજની મંથર ગતિ સામે આંદોલન: બીજા દિવસે વેપારીઓનું સમર્થન

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના ગોધરા ખાતે શહેરા ભાગોળ અંડરબ્રિજની અત્યંત મંથર ગતિની કામગીરી સામે સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાણી દ્વારા શરૂ કરાયેલા પ્રતિક ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. છેલ્લા ચાર વર્ષથી રસ્તો બંધ રહેવાના કારણે સ્થાનિક વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે, જેના સમર્થનમાં હવે વેપારીઓ પણ આંદોલનમાં જોડાયા છે. કલેક્ટર અને ધારાસભ્ય સહિતના તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કામગીરીમાં કોઈ ગતિ ન આવતા તંત્રના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે. અંડરબ્રિજની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે ચાર વર્ષથી રાહ જોઈ રહેલા સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsgodhra