VIDEO: શહેરા અને કોઠંબામાં મેધરાજાની તોફાની બેટિંગ
સોર્સ : gstv
ભારે વરસાદના એલર્ટ વચ્ચે રાજ્યમાં આજે 99 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરા 6 ઈંચ અને મહીસાગરના કોઠંબામાં સાડા પાંચ ઈચ વરસાદ નોંધાયો.મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં મહીસાગરના લુણાવાડામાં 2.68 ઇંચ, બાલાસિનોરમાં 2.52 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 2.09 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.05 ઇંચ, પંચમહાલના ગોધરામાં 1.57 ઇંચ, ખેડાના કપડવંજ, દાહોદના સંજેલી, ગાંધીનગરના કલોલ, દાહોદના સુખસર સહિતના જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ શહેર, વલસાડના કપરાડા, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લીના બાયડ, સહિત 80 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

