VIDEO: ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિસિન સ્ટોરમાં લાગી ભીષણ આગ: ૨૦૦થી વધુ દર્દીઓ સુરક્ષિત
સોર્સ : gstv
ગોધરાની મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના મેડિસિન સ્ટોર રૂમમાં અચાનક આગ ભુતકેતા ચારેય તરફ ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. હોસ્પિટલ તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી ૨૦૦થી વધુ દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર નિકાળીને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે પોલીસે અને ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

