Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Lack of facilities in Godhra's Sheth PT College, ABVP gives ultimatum

Panchmahal: ગોધરાની શેઠ પીટી કોલેજમાં સુવિધાઓનો અભાવ, ABVP એ આપ્યું અલ્ટીમેટમ

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના ગોધરા ખાતે આવેલી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોલેજ, જે છેલ્લા 66 વર્ષથી વધુ સમયથી શૈક્ષણિક સેવાઓ પૂરી પાડી રહી છે, હાલમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં છે.  છતાં કોલેજમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

App Store

આ સંસ્થામાં વિદ્યાર્થીઓને અપુરતા શૌચાલયની સુવિધા, પીવાના પાણીની અછત અને સફાઈની સમસ્યાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વાતાવરણને અસર કરી રહ્યો છે.

આ સમસ્યા સામે ગોધરા એબીવીપી (અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ)એ પગલાં લઈને કોલેજ સત્તાધીશોને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. એબીવીપીએ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે સાત દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.