VIDEO: ખરસલીયા-ટુવા માર્ગ ખખડધજ, વાહનચાલકોમાં રોષ
સોર્સ : gstv
પંચમહાલમાં ખરસલીયા સ્ટેશનથી ટુવા ગામ તરફનો મુખ્ય માર્ગ ખખડધજ બનતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું હોવા છતાં ડાયવર્ઝન પાસે યોગ્ય બેરીકેટિંગનો અભાવ હોવાનો આક્ષેપ છે. સ્થાનિકો દ્વારા કોન્ટ્રાકટર અને તંત્રને રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. કોન્ટ્રાકટરની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર કોન્ટ્રાકટરને છાવરતું હોવાનો આક્ષેપ છે. ફ્લાયઓવરનું કામ પણ લાંબા સમયથી ટલ્લે ચઢ્યું હોવાનો દાવો છે.

