VIDEO : Panchmahal ગોધરામાં ફ્યુઅલ કટોકટી, લગ્નની સિઝનમાં પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક' ના પાટિયા
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના ગોધરામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે પેટ્રોલપંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના મધ્યમાં આવેલા બી.વી. ગાંધી પેટ્રોલ પંપ પર “પેટ્રોલ નથી”ના બોર્ડ લગાવવામાં આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ખેતીની સિઝન અને લગ્નગાળાને કારણે ઇંધણની માંગમાં અચાનક વધારો થયો હોવાનું પેટ્રોલ ડીલરોનું માનવું છે. સાથે જ શનિ-રવિની રજાઓને કારણે કંપનીઓમાંથી પેટ્રોલ-ડીઝલના ટેન્કરો સમયસર ન પહોંચતા હાલાકી સર્જાઈ છે. અનેક વાહનચાલકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

